જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના વાડી વિસ્તારમાં રહેતાં પ્રૌઢે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના ભોજાબેડીના વાડી વિસ્તારમાં રહેતાં સાધુ મેઘનાથ ગુરૂ શોભનાથ બાવાજી(ઉ.વ.58) નામના પ્રૌઢે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનુ મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની ભીખાભાઇ કાંબરીયા દ્વારા જાણ કરતાં હેકો.પી.કે.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.