Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ગણેશવાસમાં રહેણાંક મકાનમાંથી રોકડની ચોરી

જામનગરના ગણેશવાસમાં રહેણાંક મકાનમાંથી રોકડની ચોરી

- Advertisement -

જામનગર શહેરના ન્યુ. પટેલ કોલોની ગણેશવાસ વિસ્તારમાં રહેતાં પ્રૌઢના મકાનમાં રાત્રીના સમયે તસ્કરોએ કબાટની તિજોરીમાંથી રૂા.11,400ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ન્યુ. પટેલ કોલોની પાસે આવેલા ગણેશવાસ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં મહેબુબ શાહ ગુલાબ શાહ ફકિર નામના પ્રૌઢના મકાનમાં ગત 5 તારીખની મધ્યરાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ઘરમાં ઘુસીને કબાટની તિજોરી કોઇ ચિજ વસ્તુઓથી ખોલી તેમાંથી રૂા.11,400ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ અંગેની જાણ કરતાં હેકો. પી.ટી.જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular