જામજોધપુર શહેરમાં પોલીસની કામગીરી ચર્ચાસ્પદ બની છે. અવાર-નવાર મોટી રકમના તોડ કરવા માટે જુગારના દરોડામાં રેઇડ કરી પટમાં પડેલી રકમ ઓછી દેખાડવી, ક્રિકેટના સટ્ટામાં પકડાયેલ નામો ના જાહેર કરી ખોલવા વગેરે બાબતે મોટા તોડ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ઘણાં સમયથી થઇ રહી છે.
આ બાબતે જામજોધપુર પોલીસ માટે સામાન્ય થઇ ચૂકી છે. ત્યારે આવી જ એક બાબતને લઇ ગીંગણી ગામના રહીશ વાઘેલા હરેશ મનજીભાઇ તા. 13ના રોજ મામલતદાર કચેરીએ અનશન ઉપવાસ કરશે. તેમણે અરજીમાં જણાવ્યા મુજબ ગીંગણી ગામમાં અનુસૂચિત વિસ્તારમાં જામજોધપુર પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારુનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. આ અંગે પોલીસને ફોન દ્વારા જાણ કરવા છતાં દારુનું વેચાણ બંધ કરાવતા નથી. દારૂ પીનારા પર કેસ થાય છે, દારૂ વેચનારા બૂટલેગરો પર કેસ થતાં નથી.
જુગારના દરોડામાં પટમાંથી પકડેલ રકમ કરતાં કાયદેસર પોલીસ એફઆરઆઇમાં ઓછો દેખાડાઇ છે. બાકીની ચાઉં થઇ જાય છે. ગીંગણી ગામના બીટ જમાદાર દ્વારા કામગીરી બતાવવા દારુ ના વેચતા હોય તેવા પર કેસ દેખાડવા રેઇડો કરે છે. તેમજ દારુ વેચવા અંગે અરજીઓ કરાતી હોય, જેમનો ખાર રાખી ખોટા કેસો કરી પૈસાની માગણી કરવામાં આવે છે. રાજદિપસિંહ દ્વારા રજૂઆત કર્તાને અપશબ્દો કહી ખોટા કેસ કરી રૂા. 8 હજારની માગણી કરી હતી.
જમાદાર ગિરીરાજસિંહ અને રાજદિપસિંહે અમોને માર માર્યો હતો. જો આ અંગે પોલીસ કર્મચારીએ મારનું કહ્યું તો ગુનો નહીં નોંધાય અને દેશી દારુનું વેચાણ બંધ નહીં થાય તો તા. 13થી મામલતદાર કચેરીએ વાઘેલા હરેશ મનજીભાઇ દ્વારા આમરણાંત ઉપવાસ કરાશે તે અંગેની લેખિત રજૂઆત ડીએસપી પ્રેમસુખ ડેલુને કરી છે.