ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો તથા ટીન ઓપીએસ એન્ડ એન.એન.ઓપીએસ ગુજરાતના સંયુકત ઉપક્રમે જુની પેનશન યોજના પુન: શરૂ કરવા સહિતના મુદ્દાઓને લઇ તા. 4 થી 17 જુન સુધી સમગ્ર રાજયમાં કર્મચારી અધિકારી સંપર્ક અભ્યાનનું આયોજન હાથ ધરાયું છે.
આ યાત્રા આજરોજ જામનગર પહોંચી હતી. રાજપુત સમાજની વાડી ખાતે આ યાત્રાને આવકારી બેઠકનું આયોજન કરાયું હતું. આ તકે, ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના સચિવ સેજપાલ સીરામ, જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ટીમ ઓપીએસ જામનગર જિલ્લા ક્ધવીનર યુવરાજસિંહ રાણા, સહિતના હોદેદારો તેમજ તમામ મંડળના સભ્યો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.