Saturday, December 6, 2025
Homeરાજ્યરોજમદારને કાયમી કરવા મહિલા કામદારો દ્વારા આત્મહત્યાનો પ્રયાસ

રોજમદારને કાયમી કરવા મહિલા કામદારો દ્વારા આત્મહત્યાનો પ્રયાસ

ખંભાળિયા પાલિકાના ટાવર ઉપર ચડીને ગળાફાંસો ખાય તે પહેલા પોલીસે કરી અટકાયત

ખંભાળિયા નગરપાલિકાના સફાઈ કામદારો સહિત રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વારંવાર નગરપાલિકા તંત્રને તેમજ ઉચ્ચ કક્ષાએ કામદારો વિગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કાયદાકીય રીતે તેમજ નિયમ મુજબ હાલ કોઇ કર્મચારીને કાયમી કરી શકવા સામે અસમર્થ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતના રાગ-દ્વેષ વગર રોજમદાર કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી.

- Advertisement -

આ પરિસ્થિતિ વચ્ચે ખંભાળિયા નગરપાલિકાના મહિલા રોજમદાર કર્મચારીઓ દ્વારા ઉપવાસ આંદોલન તેમજ આવેદનપત્ર અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયા નગરપાલિકાની ગઈકાલે સોમવારે સાંજે સામાન્ય સભા યોજવામાં આવી હતી. જનરલ બોર્ડ શરૂ થાય તેની દસેક મિનિટ પહેલા નગરપાલિકા કચેરી થોડે જ દૂર આવેલા નગરપાલિકાના ટાવર પર પાલિકાના કેટલાક મહિલાઓ ચડી ગયા હતા અને ગળામાં દોરડું બાંધી અને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પગલું ભરાય તે પહેલા ફરજ પર રહેલા ઇન્ચાર્જ પીઆઈ કે.એન. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા 14 મહિલા રોજમદાર કર્મચારીઓ તેમજ આ મહિલાઓને આગેવાની લેનારા નટુભાઈ ગણાત્રાની અટકાયત કરી, તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

- Advertisement -

પાલિકાના રોજમદાર કર્મચારીઓના આપઘાતના પ્રયાસ અંગેના આ પગલાં અંગે પાલિકા તંત્રને કે પોલીસ તંત્રને લેખિત જાણ કરાઇ ન હતી. નગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ પણ અનેક રોજમદાર કર્મચારીઓને છુટા કરાયા નથી. તેમ છતાં પણ મહિલાઓ દ્વારા તેઓને કાયમી કરવાની માંગ સાથે ભરવામાં આવેલા આ પગલાએ પાલિકા તંત્રમાં ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular