Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદિલ્હી બીજેપી પ્રવકતાની ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું

દિલ્હી બીજેપી પ્રવકતાની ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

ગુજરાતની સુન્ની મુસ્લિમોની સર્વોચ્ચ સંસ્થા સુન્ની દારુલ કઝાના પ્રમુખ સૈયદ સલીમબાપુ નાનીવાલાની સૂચનાથી જામનગર કલેકટરને આવેદન પત્ર પાઠવી દીલ્હીમાં બીજેપીના પ્રવકતા નૂપુર શર્મા તથા નવીન જીદાલે મીડિયામાં ડિબેટ દરમિયાન પેંગમ્બરે ઇસ્લામની વિરોધ માં કરેલ અભદ્ર ટિપ્પણીને લઇ દેશભરમાં મુસ્લિમો માં રોષ ફાટી નિકળ્યો છે.

- Advertisement -

આ ટિપ્પણી થી મુસ્લિમો ની લાગણી દુભાય હોય દેશ ના વિવિધ રાજયોમાં તેમની વિરૂધ્ધ ફરીયાદો પણ નોંધણી છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમની ધરપકડ થયેલ નથી. જેથી કલેકટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ તકે જામનગર જુમ્માં મસ્જિદ ના શાહી ઇમામ મોલના સુલેમાન બરકાતી, ઓલ ઇન્ડિયા મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ વકીલ હારૂન પાલેજા, બેડી મસ્જિદના ઇમામ અશરફ બરકતી, મુફ્તી અસગર સાહેબ, ધરારનગર જમાતના પ્રમુખ શરફ્રાઝ બાપુ, જોડીયા જમાતના પ્રમુખ અકબર પટેલ નોટિયાર, સામાજિક કાર્યકર દાઉદ નોતિયર, સિક્કાંના શબ્બીર ભાઈ ગજીયા, સચાણાના આગેવાન અહેમદભાઈ સોઢા, સદિકભાઈ ભગાડ, જોડીયાના જત જમાતના પ્રમુખ હાજી મામદ બારીયા, જોડીયા ભુંગાના શબ્બીર ભાઈ ખોડ, બેડીના અંજુંભાઈ સાયચા, હાજી અબ્દુલ્લા નોટીયાર, હાજી ઇશાક કક્કલ મીઠવાની કાદરભાઈ વિગેરે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular