Monday, December 23, 2024
Homeરાજ્યમીઠાપુર પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી

મીઠાપુર પંથકમાં ધમધમતા જુગારના અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી

સાત શખ્સો ઝબ્બે : 2.13 લાખનો મુદ્દામાલ કબ્જે 

- Advertisement -

ઓખામંડળના મીઠાપુર સીમ વિસ્તારમાંથી ગત રાત્રે એલસીબી પોલીસ સ્ટાફે દરોડો પાડી, એક સ્થળે જુગારના ધમધમતા અખાડામાંથી સાત શખ્સોને વાહનો સહિત રૂા. 2.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત એલસીબી સ્ટાફ દ્વારા ગત સાંજે મીઠાપુર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રિના સમયે એલસીબીના એએસઆઈ અજીતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ તથા મેહુલભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર તાબેના મોજપ ગામની સીમ વિસ્તારમાં રહેતા વેરશીભા કારુભા નાયાણી નામના 60 વર્ષીય વૃદ્ધ દ્વારા પોતાના કબજા-ભોગવટાની વાડીના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને તેને જુગાર રમવા માટે લાઈટ, પાણી અને જુગારના સાધનો જેવી વ્યવસ્થા પુરી પાડી અને રમાડવામાં આવતા જુગારના અડ્ડા પર એલસીબી પોલીસ ત્રાટકી હતી.આ સ્થળેથી પોલીસે વેરશીભા કારૂભા સાથે મુકેશ ઉર્ફે પટેલ કાનજીભાઈ પાંજરીવાળા, નાગાજણભા માલાભા માણેક, જગદીશ કરશન ચૌહાણ, કાંતિ હરજીભાઈ ગોહેલ, દિલીપ ભીખુભાઈ પરમાર અને સતાર અલીભાઈ થૈયમ નામના કુલ સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂા. 61,740 રોકડા તથા રૂા. 31 હજારની કિંમતના આઠ નંગ મોબાઈલ ફોન તેમજ રૂા. 1.20 લાખની કિંમતના ચાર મોટરસાયકલ મળી કુલ રૂા. 2,12,740 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, બી.એમ. દેવમુરારી, એફ.બી. ગગનીયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ભરતભાઈ ચાવડા, નરશીભાઈ સોનગરા, સુનિલભાઈ કામલીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મસરીભાઈ આહીર, અરજણભાઈ મારુ, બોઘાભાઈ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular