દ્વારકા નજીકના વરવાળા ગામ પાસે આવેલા દુધલી તળાવ વિસ્તારમાં રહેતા હાજીભાઈ જુમાભાઈ સપ નામના 35 વર્ષના ભડેલા મુસ્લિમ યુવાનનો ગાયોનો વાડો બાજુમાં હોવાથી આ વિસ્તારમાં રહેતા સલીમ થૈયમ, નજમાબેન સલીમ થૈયમ, અબ્બાસ સલીમ થૈયમ, સમીર સલીમ થૈયમ નામના ચાર શખ્સોએ ગાયોને પાણી પીવા જવા બાબતે ફરિયાદી હાજીભાઈ સાથે બોલાચાલી કરી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ મારામારીમાં હાજીભાઈ તથા તેમના બનેવી સાજીદભાઈને ઈજાઓ થયાની તથા આરોપીઓ દ્વારા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે દ્વારકા પોલીસે હાજીભાઈ સપની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 506 (2) 114 તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામાપક્ષે નજમાબેન સલીમભાઈ આદમભાઈ ભડેલાએ સાજીદ શેખ, કારાભાઈ સાજીદ શેખ, સાહિલ સાજીદ શેખ અને હાજી જુમાભાઈ નામના ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપીઓ તેના વાડામાં બિભત્સ ગાળો બોલતા હોય, જેથી ફરિયાદી નજમાબેનના દીકરાએ તેઓને ગાળો બોલવાની ના કહેતાં ઉશ્કેરાયેલા આ શખ્સો લાકડાના ધોકા વડે હુમલો કરી ફરિયાદી નજમાબહેનની પુત્રી તથા પતિને લાકડાના ધોકા વડે તથા પુત્રને પણ માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એકટ મુજબ ગુનો નોંધ્યો છે.