જામનગરના નરેન્દ્રસિંહ બચુભા જેઠવા પાસેથી પરિચિત સન્ની દિપકભાઇ ભટ્ટીએ અંગત જરુરીયાત માટે રૂા. 1,60,000 હાથ ઉછીના મેળવેલ હતાં. જે રકમની ચૂકવણી કરવા સન્ની દિપકભાઇ ભટ્ટીએ રૂા. 1,60,000નો એકસીસ બેંક, લિ. શાખા જામનગરનો તા. 3-12-2018નો ચેક આપ્યો હતો. જે ચેકની મુદ્તે આરોપી સન્ની દિપકભાઇ ભટ્ટીના ખાતામાં ‘ફંડ ઇન્સફીસીયટ’ના કારણે રિટર્ન થતાં ફરિયાદીએ તેના વકીલ મારફત આરોપીને લીગલ નોટીસ રજીસ્ટર્ડ એડી મારફત તેમના કાયમી સરનામે મોકલાવેલ હતી. જે નોટીસ ધોરણસર બજી જવા છતાં રકમ નહીં ચૂકવતા ફરિયાદી નરેન્દ્રસિંહ બચુભા જેઠવા જામનગરની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર કોર્ટમાં ચાલી જતાં પાંચ એડિશનલ ચીફ જ્યુ. મેજી. કોર્ટ એન.એન. પાથરને કોર્ટમાં રજૂ થયેલ મૌખિક તથા લેખિત દસ્તાવેજી પુરાવો તથા ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ વિસ્તૃત દલીલ તથા સુપ્રિમ કોર્ટ તથા જુદી જુદી કોર્ટના ચુકાદાઓ રજૂ કરેલ હોય, જે ગ્રાહ્ય રાખીને આરોપી સન્ની દિપકભાઇ ભટ્ટીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 મુજબના ગુન્હામાં તકસવીરવાન ઠરાવી એક વર્ષની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો તથા ચેકની રકમ રૂા. 1,60,000ની આ રકમ ફરિયાદીને વળતર સ્વરુપે ચૂકવવાનો હુકમ કર્યો હતો અને જો આરોપીએ વળતરની રકમ હુકમની તારીખથી દિન-30માં અદાલતમાં જમા કરવવામાં નિષ્ફળ જાય તો આરોપીએ વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે વકીલ તરીકે અશ્ર્વિન કે. બારડ (એડવોકેટ) રોકાયેલ હતાં.