લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતા પ્રૌઢ રવિવારે સાંજના સમયે તેના બાઈક પર આવતા હતાં ત્યારે રોજડું આડુ ઉતરતા બાઈક સાથે અથડાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન પ્રૌઢનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના હરીપર ગામમાં રહેતાં દિનેશભાઈ ખીમજીભાઇ અકબરી (ઉ.વ.50) નામના આધેડ રવિવારે સાંજના આઠ વાગ્યાના અરસામાં તેના જીજે-10-સીઆર-5166 નંબરના હોન્ડા બાઈક પર આવતા હતાં ત્યારે 66 કે.વી. પાસે પહોંચ્યા તે સમયે એકાએક બાઈક આડે રોજડું અથડાતા કાબુ ગુમાવી દેતા અકસ્માતમાં પ્રૌઢને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા પ્રૌઢને 108 એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક કેન્દ્રમાં ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર પારસ દ્વારા જાણ કરાતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.