જામનગર તાલુકાના નાઘેડીમાં લીરબાઈપરા વિસ્તારમાં રહેતો યુવક રણજીતસાગાર પાસે આવેલા ફાર્મહાઉસના અર્ધ બેશુદ્ધ થઈ જવાથી સ્વીમીંગ પુલમાં પડી જતાં મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના હાપા ગામમાં બિમારી સબબ પ્રૌઢનું બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં લીરબાઈપરા હનુમાન મંદિર પાસે રહેતા રાજુ રામભાઈ કારાવદરા (ઉ.વ.19) નામનો યુવક ગત તા.3 ના શુક્રવારે સવારના સમયે રણજીતસાગર પાસે આવેલા ૐ શાંતિ ફાર્મહાઉસ હૃદયમાં કાણાની બીમારી હોવાથી અર્ધ બેશુદ્ધ થઈ સ્વીમીંગ પુલના પાણીમાં પડી જતાં પાણી પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ભરત દ્વારા જાણ કરતા હેકો આર.એમ. ઝાલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના હાપા ગામમાં શિવશકિત સોસાયટીમાં રહેતા વિરમભાઈ કાળુભાઈ દેત્રોજા (ઉ.વ.52) નામના પ્રૌઢને છેલ્લાં એક વર્ષથી લીવરની બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન રવિવારે વહેલીસવારના સમયે તેના ઘરે તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર ચેતન દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.