Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જેલમાંથી વધુ એક મોબાઇલ મળી આવ્યો

જામનગરની જેલમાંથી વધુ એક મોબાઇલ મળી આવ્યો

- Advertisement -

જામનગરની જિલ્લા જેલમાં બેરેક નં.4 અને યાર્ડ નં.5 માં રહેતાં કાચા કામના કેદી પાસેથી ચેકીંગ દરમિયાન મોબાઇલ મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલમાંથી વારંવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટના સાવ સામાન્ય થઈ ગઇ છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓ આટલી સુરક્ષાઓ વચ્ચે અંદર કેવી રીતે પહોંચે છે ? તે એક અગત્યનો પ્રશ્ર્ન છે. અવાર-નવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓ તથા સિકયોરિટી સ્ટાફ સામે તપાસ કરવામાં આવતી નથી. દરમિયાન રવિવારે બપોરના સમયે જેલર નીરુભા ખુમાનસિંહ ઝાલા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા યાર્ડ નં.5 બેરેક નં.4 માં કાચા કામના કેદી જીલાણી ઈલિયાસ જેડા પાસેથી કાળા કલરનો સેમસંગ કંપનીનો પ્રતિબંધિત મોબાઇલ મળી આવતા મો.97143 80445 નંબરનો ફોન અને બેટરી તથા એક સીમ કાર્ડ જેના સીરીયલ નં.89910273402071173092 નંબર વાળો મળી આવતા પોલીસે જીલાણી ઈલિયાસ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular