Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરયુવાને ઝેરી દવા પી ઝીંદગી ટુંકાવી

યુવાને ઝેરી દવા પી ઝીંદગી ટુંકાવી

સારવાર દરમ્યાન મૃત્યુ : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

લાલપુરમાં મોચી મંદિર પાસે રહેતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુરમાં મોચી મંદિર પાસે રહેતા દેવસીભાઈ પાલાભાઇ કરંગીયા (ઉ.વ.40) નામના યુવાને ગત તા. 1 જુનના રૂપાવટી નદીના કાઠે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પૂર્વે તબીબો એ મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular