જનસમુદાયને સ્થાનિક કક્ષાએ ગુણવત્તાસભર આરોગ્ય વિષયક સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી સરકાર દ્વારા હાલમાં સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ખાતે MBBS શૈક્ષણિક લાયકાત ધરાવતા તબીબોની નિમણૂંક કરવામાં આવી છે. તદ્ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ તબીબી અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાંનામાં કુલ ૧૮ MBBS તબીબોની નિમણુંક કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ૧૬ તબીબોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે, ૧ તબીબને તા.ભાણવડમાં આવેલ એલોપેથીક ડિસ્પેન્સરી-ચોખંડા ખાતે ૧ તબીબને તા.ઓખામંડળમાં આવેલ મોબાઈલ હેલ્થ યુનિટ વરવાળા ખાતે નિમણૂંક કરવામાં આવી છે. આમ જિલ્લા દેવભૂમિ દ્વારકામાં કુલ ૧૮ MBBS તબીબોને જુદા જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યુ છે. ઉપરાંત ભાણવડ , ખંભાલીયા અને ઓખામંડળ (દ્વારકા) તાલુકામાં તાલુકા હેલ્થ ઓફીસરોની પણ કાયમી નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભાણવડના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ડો. પ્રકાશ જે. ચાંડેગ્રા , ખંભાલીયા તાલુકા હેલ્થ ઓફીસર તરીકે ડો.એ.એન તિવારી અને દ્રારકાના તાલુકા હેલ્થ ઓફીસર તરીકે ડો. અનુપકુમાર જયસ્વાલને નિમણુંક આપવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી વાહકજન્ય રોગચાળો અટકાયત કામગીરીનું સઘન મોનીટરીંગ અને સુપરવિઝન થાય તે હેતુથી જિલ્લા એપેડેકિ મેડીકલ ઓફીસર તરીકે ડો.એમ. ડી. જેઠવાને નિમણૂંક આપવામાં આવી છે.
જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે MBBS તબીબો દ્વારા આપવામાં આવતી આરોગ્ય વિષયક સેવાઓ, નિદાન, સારવારનો વધુને વધુ લાભ મેળવવા જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા દ્વારાઅપીલ કરાઈ છે.