Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવિડીઓ : ખીજડીયા બાયપાસ ચોકડી પાસે ટ્રક નો અકસ્માત

વિડીઓ : ખીજડીયા બાયપાસ ચોકડી પાસે ટ્રક નો અકસ્માત

ડ્રાઇવરને સામાન્ય ઈજા જયારે એક બાળક નો ચમત્કારિક બચાવ

જામનગરની ભાગોળે ખીજડીયા બાયપાસ નજીક ગઈકાલે રાત્રીના સમયે ટ્રક ડ્રાયવરએ કાબુ ગુમાવતા રોડ ની રેલીંગ તોડી ટ્રક નીચે ખાબક્યો હતો. ડ્રાયવરને ઈજા પહોચી હતી અને એક બાળકનો બચાવ થયો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ઓખા થી મીઠું ભરી ટ્રક રાજકોટ તરફ જઈ રહી હતી. ત્યારે ખીજડીયા બાયપાસ ચોકડી પાસે ગોલાઇ માં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા રોડની રેલિંગ તોડીને પુલ ઉપરથી ટ્રક નીચે ખાબકયો હતો. સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ ન હતી. ડ્રાઇવરને સામાન્ય ઈજા પહોચી હતી જયારે એક બાળક નો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જન થતા પોલીસ કાફલો તથા ૧૦૮ ઘટના સ્થળે દોડી ગયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular