જામજોધપુર તાલુકાના બાલવા ગામે અસામાજિક તત્વોનો ત્રાસ હોય મહિલા સરપંચ સહિત ગ્રામવાસીઓએ આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી કરી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
અરજીમાં મહિલા સરપંચ મંજુબેન ભુરાભાઈ ઘુડાએ તથા ગ્રામવાસીઓએ જણાવ્યા મુજબ, બાલવા જ ગામનો અને કડીયાકામ કરતો ઘુડા ભાવેશભાઈ રાણાભાઈ અવાર-નવાર સરપંચ પાસે ગેરકાયદેસર નાણાની માંગણી કરી ગામમાં થતા વિકાસના કામો અટકાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તેમજ અવાર-નવાર દારૂ પી ગામના લોકો સામે ખોટી ફરિયાદ કરી પૈસા પડાવે છે. તેમજ સરપંચ નિયમો મુજબ કામ કરતા હોય છતાં પૈસા પડાવવા ખોટી અરજી કરે છે અને ગામમાં થતા વિકાસના કામોમાં કમિશન પેટે ધાકધમકીથી ખોટી રીતે નાણાંની માંગણી કરતા હોય સરપંચ તથા ગ્રામવાસીઓએ આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાંરૂબરૂ લેખિત રજૂઆત કરી પગલાં લેવા માંગ કરી છે.