BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પોતાની નવી ઈનિંગનો ખુલાસો કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ વૈશ્વિક સ્તરે એજ્યુકેશન એપ લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ તેમની નવી ઈનિંગ છે. તેમણે કહ્યું કે આનાથી મોટી સંખ્યામાં લોકોને મદદ મળશે. વાસ્તવમાં ગાંગુલીએ બુધવારે એક ટ્વીટ કરી હતી જેના કારણે બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની અટકળો શરૂ થઈ હતી.
ગાંગુલીએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમણે બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું નથી. એક ઇન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું, મેં રાજીનામું આપ્યું નથી. હું વૈશ્વિક સ્તરે એક નવી એજ્યુકેશન એપ લોન્ચ કરવા જઈ રહ્યો છું . કોઈ રાજીનામું આપ્યું નથી, એવું કંઈ નથી.” સોશિયલ મીડિયા પોસ્ટ બાદ અટકળો શરૂ થઈ ગઈ બુધવારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, જેમાં તેમણે તેના નવા સાહસ માટે દરેકનો સહયોગ માંગ્યો. બંગાળ ટાઈગર તરીકે જાણીતા ગાંગુલીએ ખૂબ જ ભાવનાત્મક સંદેશ લખ્યો છે. તેમણે લખ્યું કે 1992માં તેમણે ક્રિકેટમાં પોતાની સફર શરૂ કરી હતી. તેમને હવે 30 વર્ષ થઈ ગયા છે. ત્યારથી ક્રિકેટે તેમને ઘણું બધું આપ્યું છે. આ કારણોસર હું દરેકનો આભાર માનું છું . ગાંગુલીએ લખ્યું, આજે, હું કંઈક એવું શરૂ કરવા જઈ રહ્યો છું જે કદાચ મોટી સંખ્યામાં લોકોને મદદ કરશે.