એમ.પી.શાહ મેડીકલ કોલેજના 2019 ના બેચના વિદ્યાર્થીઓ દ્વારા ECSTASY 2022 કાર્યક્રમનું 2 થી 15 જૂન સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેડમીન્ટન, વોલીબોલ, ક્રિકેટ, ખો-ખો, કબડ્ડી, ચેસ, ટેબલ ટેનિસ, ફૂટબોલ, ટ્રેઝર હંટ સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોલ પેન્ટીંગ, કવીઝ, ફેશન શો સહિતના કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનો આજથી પ્રારંભ થતા આજે બેડ મીન્ટન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના ભાગરૂપે એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં રોશનની શણગાર પણ કરવામાં આવ્યો છે. આયોજનને લઇ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છવાયો છે.