Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરવચગાળાના જામીન પરથી ફરાર પાકા કામનો આરોપી ઝડપાયો

વચગાળાના જામીન પરથી ફરાર પાકા કામનો આરોપી ઝડપાયો

જામનગર એસઓજી દ્વારા ઝડપી લીધો

- Advertisement -

રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો આરોપી વચગાળાના જામીન મેળવી દોઢ વર્ષથી ફરાર હોય જામનગર એસઓજીએ સણોસરા ગામેથી ઝડપી લઇ કાયદેેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો આરોપી પ્રવિણ પબાભાઈ રાઠોડ વચગાળાના જામીન મેળવી છેલ્લાં દોઢ વર્ષથી ફરાર હોય, હાલમાં સણોસરા ગામે હોવાની એસઓજીના અરજણભાઈ કોડિયાતરને મળેલ બાતમીના આધારે એસઓજીએ રેઈડ દરમિયાન સણોસરા ગામેથી આરોપી પ્રવિણ પબાભાઈ રાઠોડને ઝડપી લીધો હતો. આ કાર્યવાહી એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ આર.વી. વિંછીના માર્ગદર્શન મુજબ એસઓજીના હેકો મયુદીનભાઈ સૈયદ, અરજણભાઈ કોડિયાતર, રાયદેભાઈ ગાગીયા તથા રમેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular