નાસીકની પેઢી દ્વારા જામનગરની પેઢી પાસેથી પિતળનો માલ લીધા બાદ પેમેન્ટ ન ચુકવતા અદાલત દ્વારા નાસીકની પેઢીને 6,17,068 વ્યાજ સહિત ચુકવવા આદેશ કર્યો છે.
શંકરટેકરી, ઉદ્યોગનગર, જામનગરમાં આવેલ અંબિકા ઈન્ડસ્ટ્રીઝનાં પ્રોપરાઈટર, નવિનચંદ્ર ખીમજીભાઈ સંચાણીયા એ નાસીકની પેઢી ક્રીએટીવ પાવરટેક પ્રાઈવેટ લીમીટેડને બ્રાસપાર્ટના પીતળનો માલ તેઓની જરૂરીયાત મુજબ વર્ષોથી મોકલતા, બાદમાં પ્રતિવાદી માલનું પેમેન્ટ મોકલાવવાનુ બંધ કરી દીધુ અને વાદીનો ફોન કે કોન્ટેકટ કરવાનું પણ બંધ કરી દીંધુ હતું. પેમેન્ટ અન્વયે ગલા-તલા કરતા જેથી અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નાં પ્રોપરાઈટર, નવિનચંદ્ર ખીમજીભાઈ સંચાણીયા એ પોતાના વકિલ નીતલ એમ. ધ્રુવ મારફત જામનગરનાં પ્રીન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટમાં સમરી સ્યુટ દાવો દાખલ કર્યો હતો, જે દાવો અદાલતમાં ચાલી જતા, નાસીક ની પેઢી એ રૂપીયા 6,17,068 વાર્ષિક 18 દાવાની તારીખથી જયાં સુધી રકમ ન ચુકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા દાવાનો તમામ ખર્ચ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.
અંબિકા ઈન્ડસ્ટ્રીઝની પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), તથા આસીસ્ટન્ટ જુનિયરઆશિષ પી. ટાણીયા, તથા ધ્વનિશ એમ. જોશી રોકાયેલ હતા.