31 મે ને વિશ્વ નો ટોબેકો ડે(તમાકુ નિષેધ દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ જામનગરની આઇટીઆઇ ખાતે જામનગર સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા પંચાયત નો ટોબેકો સેલ તથા નશાબંધી આબકારી ખાતુ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇટીઆઇના તાલીમાર્થીઓને તમાકુ ખાવાથી થતાં નુકસાન અંગે સમજાવવામાં આવ્યા હતાં. આ તકે, આઇટીઆઇના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.


