Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરહાપા આવાસ યોજનાની લિફટ ચાલુ કરાવવા જામ્યુકો કચેરીની લિફટ પાસે કોર્પોરેટરના ધરણા

હાપા આવાસ યોજનાની લિફટ ચાલુ કરાવવા જામ્યુકો કચેરીની લિફટ પાસે કોર્પોરેટરના ધરણા

જામનગરના હાપા પાસે આવેલ આવાસ યોજનામાં છેલ્લા ઘણાં દિવસોથી લિફટ બંધ હોય, રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યાં હતાં. આ અંગે કોંગ્રેસી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા આવાસના લાભાર્થી એવા 30 થી વધુ રહેવાસીઓને સાથે રાખી મહાનગરપાલિકાની લિફટમાં બેસી ધરણા કર્યા હતાં. જેને પરિણામે બે કલાક જેટલો સમય લિફટ બંધ થઇ જતાં મહાનગરપાલિકા ખાતે આવતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. આ ઘટનાના પગલે અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. કાર્યપાલક ઇજનેર દ્વારા લિફટ અને પાણીનો પ્રશ્ન ત્રણ દિવસમાં ઉકેલવા ખાત્રી આપતાં ધરણા પુરા થયા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાપા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાછળ મનસુખલાલ પારેખ ભવન સામે એક ટાવરમાં 64 ફલેટવાળી ત્રણ ટાવરો ધરાવતી આવાસ યોજના બનાવ્યા બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ આવાસ યોજનાનું લોકાર્પણ થયું હતું. જે બાદ આ આવાસ યોજનામાં અત્યારે એ બ્લોકમાં 32, બી બ્લોકમાં 30 અને સી બ્લોકમાં માત્ર 15 લાભાર્થીઓ રહે છે. અન્ય ફલેટ બંધ પડયા છે. આવાસના લાભાર્થીઓની સમસ્યા એ છે કે, લીફટો મોટાભાગે ચાલુ હોતી નથી. ઉપરાંત તમામ લોકો પાણી વેરો ભરે છે. પરંતુ એક જ મોટુ નળ કનેકશન ટાંકામાં અપાયું છે. તેથી પાણી ભરવા પણ બનેહોને નીચે આવવું પડે છે. હાલ ઘણા દિવસોથી બહેનો ભોય તળિયેથી છેક પાંચમા માળ સુધી દાદરા ચડીને પીવાનું પાણીનું પાણી ભરીને લઇ જાય છે. દરેક બિલ્ડીંગમાં બે લિફટ છે. જેમાંની એક શરુઆતથી જ બંધ છે અને બીજી લીફટના અવાર-નવાર ધાંધિયા થાય છે. હાલ લીફટના ધાંધિયાના કારણે વડીલો અને પાણી લઇને જતાં બહેનોને ભારે તકલીફ પડે છે. જેની રજૂઆત માટે ગઇકાલે મહિલા કોર્પોેટર રચનાબેન નંદાણિયા આવાસ યોજનાના 30થી વધુ લાભાર્થી ભાઇઓ-બહેનોએ બિલ્ડીંગની લીફટની વ્યથા વ્યક્ત કરવા કોર્પોરેશનની લીફટનો દરવાજો ખોલીને ધરણા ચાલુ કરી દેતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને કાર્યપાલક ઇજનેર ભાવેશભાઇ જાનીએ આવીને લાભાર્થીઓને ટૂંકસમયમાં જ પ્રશ્ર્નો ઉકેલવા ખાત્રી આપતા ધરણા પુરા થયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular