Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરડિવાઇડર બંધ પણ હનુમાન ગેઇટ ચોકીનું સ્થળાંતર કયારે...?

ડિવાઇડર બંધ પણ હનુમાન ગેઇટ ચોકીનું સ્થળાંતર કયારે…?

જામનગરમાં જી.જી. હોસ્પિટલ પાસે અકસ્માતો નિવારવા તેમજ ટ્રાફિક વ્યસ્થાને વધુ સરળ બનાવવા માટે હનુમાન ગેઇટ ચોકી સામેના રોડ ડિવાઇડરના ખાચાને પોલીસ દ્વારા બેરીકેડસ ગોઠવીને સજજડ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી કોઇ વાહન ચાલક અહીંથી અવરજવર કરી શકે નહીં. ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસની આ આવકાર્ય કાર્યવાહી છે. બીજી તરફ હનુમાન ગેઇટ ચોકીના સ્થળાંતરને લાંબા સમયથી અટકાવીને પોલીસ ટ્રાફિક માટે અડચણ ઉભી કરી રહી છે. શહેરની જુદી-જુદી ચાર પોલીસ ચોકીઓના સ્થળાંતરની યોજના વર્ષો પહેલાં બનાવી લેવામાં આવી છે જે અંતર્ગત ત્રણ ચોકીઓનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. એકમાત્ર હનુમાન ગેઇટ ચોકીના સ્થળાંતરમાં અગમ્ય કારણોસર વિલંબ થઇ રહ્યો છે. જામનગર મહાપાલિકા દ્વારા આ ચોકીના સ્થળાંતર માટે જુના રેલવે સ્ટેશન પાસે સુલભ શૌચાલયની બાજુમાં જમીન પણ ફાળવી દેવામાં આવી છે. પરંતુ કોઇ કારણોસર પોલીસતંત્ર આ જગ્યાએ ચોકીનું સ્થળાંતર કરવા ઇચ્છુક હોય તેમ જણાતું નથી. હોસ્પિટલ પાસેની ટ્રાફિક સમસ્યા નિવારવા તાકિદે હનુમાન ગેઇટ ચોકીનું સ્થળાંતર કરવામાં આવે તે જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular