Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબીલ-આધાર વગરના મોબાઇલ તથા ટીવી સાથે એક શખ્સ ઝડપાયો

બીલ-આધાર વગરના મોબાઇલ તથા ટીવી સાથે એક શખ્સ ઝડપાયો

10 નંગ મોબાઇલ, બે નંગ એલસીડી ટીવી સહિત રૂા.31000 નો મુદ્દામાલ કબ્જે

જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ દ્વારા ચોરી કે છલકપટથી મેળવેલ બીલ આધાર વગરના 10 નંગ મોબાઇલ ફોન, બે નંગ એલસીડી ટીવી સહિત રૂા.31 હજારના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર પંચકોશી બી ડીવીઝનના હેકો હળદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે આરોપી આશીફ યુસુફ અંસારી (ઉ.વ.22) નામના શખ્સને ચોરી કે છળકપટથી મેળવેલ રૂા.21000 ની કિંમતના અલગ અલગ કંપનીના 10 નંગ મોબાઇલ ફોન તથા રૂા.10000 ની કિંમતના બે નંગ એલસીડી ટીવી સહિત કુલ રૂા.31,000 ના મુદ્દામાલ સાથે શંકાસ્પદ રીતે મળી આવતા શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં પીએસઆઇ જે.ડી.પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular