જામનગર દિગ્વીજય પ્લોટ શેરી નં.35 માંથી જામનગર સીટી એ ડીવીઝન પોલીસની સર્વેલન્સ ટીમે ઘોડીપાસાનો જૂગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતાં અને વધુ ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર દિગ્વીજય પ્લોટ શેરી નં.35 સમાજવાસ કાનારામ બાપાની સમાધી પાસે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા તથા વનરાજભાઈ ખવડને મળેલ બાતમીના આધારે રેઈડ કરતાં સોહિલ ઉર્ફે ભુરો ઈબ્રાહિમ બ્લોચ (ઉ.વ.37) તથા જાવેદ ઉર્ફે જાવલો મજીદભાઈ દરજાદા નામના બે શખ્સોને ઘોડીપાસાનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા રૂા.11700 રોકડ તથા ઘોડીપાસા સાથે ઝડપી લીધા હતાં અને મહેશ ઉર્ફે ભુરી મકવાણા, જુમકો પટેલ તથા કાલી વાલ્મિકી નામના ત્રણ શખ્સો નાશી જતાં તેમની શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી સિટી એ ના પીઆઈ એમ.જે.જલુ, પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા પો. હેે.કો. મહિપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરિયા, પો.કો. પ્રવિણભાઈ પરમાર, શિવરાજસિંહ રાઠોડ, યોગેન્દ્રસિંહ સોઢા તથા વિક્રમસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, મેહુલભાઈ વિસાણી, રવિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.