Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરહેડ કવાટરમાંથી એકટિવા ચોરનાર હોમગાર્ડનો જવાન નિકળ્યો...!

હેડ કવાટરમાંથી એકટિવા ચોરનાર હોમગાર્ડનો જવાન નિકળ્યો…!

- Advertisement -

જામનગર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી મોટર સાયકલની પોલીસ હેડકવાટરમાંથી જ થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. એટલું જ નહીં આ ચોરીમાં બીજું કોઇ નહીં પણ હોમગાર્ડનો જવાન જ સામેલ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત પોલીસે અન્ય એક ચોરાઉ બાઇક પણ કબ્જે કર્યું છે.

- Advertisement -

જામનગર શહેરમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલવા માટે કાર્યરત સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડને શહેરમાં વિકટોરિયા પુલ નીચે નદીના પટમાં એક શખ્સ ચોરાઉ બાઇક છુપાવવાની કોશીશ કરતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સર્વેલન્સ સ્કવોડે જામનગરમાં ચૌહાણ ફળી શેરી.નં.2માં રહેતાં અને હોમગાર્ડના સભ્ય જોગેન્દ્રસિંહ દિલિપસિંહ ગોહિલ નામના શખ્સને ત્યાં રેઇડ કરી તેના કબ્જામાંથી એક ગ્રે કલરનું હોડા-એકટિવા મળી આવ્યું હતું. આ એકટિવામાં આગળપાછળ નંબર પ્લેટ ન હતી. પરંતુ તેના ચેસિસ નંબરના આધારે સર્ચ કરતાં આ એકટિવાના રજી.નંબર જીજે.10.સીએફ.8005 હોવાનું માલુમ પડયું હતું. ને અંગે પુછપરછ કરતાં આ એકટિવા પોલીસ હેડકવાર્ટરમાંથી ચોરેલું હોવાનું તેમણે જણાવ્યું હતું. જે અંગે સીટી-બી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પહેલાં ગુનો પણ નોંધાયો હતો. પોલીસે રૂા.25,000નું કિંમતનું આ એકટીવા કબ્જે કરીઆરોપી જોેગેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેના કબ્જામાંથી અન્ય એક સ્પ્લેડર પ્લસ બાઇક પણ મળી આવ્યું હતું. જેના પણ ચેસિસ નંબરના આધારે સર્ચ કરતાં રજી. નંબર જીજે.03.એચએસ.4057 હોવાનું માલુમ પડતા પોલીસે આ બાઇક અંગે પુછપરછ કરી હતી. પરંતુ આરોપી તરફથી યોગ્ય જવાબ નહી મળતાં આ બાઇક પણ ચોરાઉ હોવાની શંકાને આધારે શક પડતી મીલકત તરીકે કબ્જે કર્યું હતું. આમ સીટી-બી ડિવિઝન પોલીસે પોલીસ હેડકવાટરમાંથી ચોરાયેલા એકટીવાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ કાર્યવાહી પોલીસ ઇન્સ. કે.જે.ભોયે. સબ ઇન્સ. સી.એમ.કાંટેલિયા તથા એએસઆઇ હિતેશભાઇ ચાવડા હેકો રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, મુકેશસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,હરદીપભાઈ બારડ,સંજયભાઇ પરમાર, યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઇ સાગઠિયા,મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular