આજરોજ શનિ જયંતી નિમિતે ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશિષ્ટ તેલનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. બપોરે 12.30 વાગ્યે મહાયજ્ઞની પુર્ણાહુતી બાદ આરતી તેમજ મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક આયોજનોનો લાભ લીધો હતો.