કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે તેમના ધર્મપત્ની સાથે આવ્યા હતા. તેઓએ દ્વારકાના જગતમંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, ખેરાજભાઈ કેર, ઓખા શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ કોટેચા, દેવભૂમિ દ્વારકા તાલુકા ભાજપ પ્રમુખ વરજાગભાઈ માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, દેવભૂમિ દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર વિગેરેએ અહીં કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું.
તેમજ દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણી અને પોલીસવડા નિતેશ પાડેય દ્વારા ગૃહમંત્રી અમિત શાહને દ્વારકાધીશની તસ્વીર અર્પણ કરી હતી. આ સમયે કલેકટર મુકેશ પંડયા અને ડીવાયએસપી સમીર સારડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.