Saturday, December 6, 2025
Homeરાજ્યરાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે લાગશે વધારાના કોચ

રાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે લાગશે વધારાના કોચ

મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22946/22945 ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલમાં 4.6.2022થી ઓખાથી અને 1/6/2022થી મુંબઈ સેન્ટ્રલથી એક વધારાનો સેક્ધડ એસી કોચ લગાડવામાં આવશે.

- Advertisement -

ટ્રેન નંબર 19252/19251 ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં 2/6/2022થી ઓખાથી અને 3/6/2022થી સોમનાથથી એક વધારાનો સેક્નડ એસી કોચ લગાડવામાં આવશે.

ટ્રેન નંબર 22960/22959 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ માં 2/6/2022થી જામનગરથી અને 1/6/2022થી વડોદરાથી બે વધારાના સેકંડ સીટિંગ આરક્ષિત કોચ લગાડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular