Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલદ્દાખમાં સેનાનું વાહન નદીમાં ખાબકયું : 7 જવાનોના મોત

લદ્દાખમાં સેનાનું વાહન નદીમાં ખાબકયું : 7 જવાનોના મોત

- Advertisement -

લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનોના મોત થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. જેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અકસ્માતમાં સાત સૈનિકોના મોત થયા હતા અને ઘણાને ગંભીર ઈજાઓ થઈ હતી. 26 સૈનિકોની ટુકડી પરતાપુરથી હનીફ સબ સેક્ટરના ફોરવર્ડ પોસ્ટ જઈ રહી હતી. લગભગ 9 વાગ્યાની આસપાસ થોઈસથી લગભગ 25 કિમી દૂર માર્ગ પરથી લપસીને શ્યોક નદીમાં પડી ગયું હતું. આ વાહન લગભગ 50-60 ફૂટ નીચે પડ્યું હતું. તમામ 26 જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. અત્યાર સુધી 26માંથી 7ને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેમને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. આર્મીની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ લોકેશન તરફ જઈ રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular