Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખેલ મહાકુંભમાં જામનગરની શાળા નં 21 ના છાત્રોની કમાલ

ખેલ મહાકુંભમાં જામનગરની શાળા નં 21 ના છાત્રોની કમાલ

- Advertisement -

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નં.21ના છાત્રોએ ખેલમહાકુંભની એથ્લેટીકસ સ્પર્ધાઓમાં કમાલ કરી જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -

તાજેતરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભ 2022 ની નડિયાદ ખાતે યોજાયેલ એથ્લેટિકસ સ્પર્ધામાં અંડર 14 ગૃપમાં જિલ્લા કક્ષાએ શાળા નં. 21 ના પરમાર અર્જુન-લાંબી કુદ અને ઊંચી કૂદ બંને માં પ્રથમ, ગોહિલ જયરાજ – ગોળાફેંકમાં પ્રથમ, ગોહિલ શિવમ-ઊંચી કુદમાં અંડર 17 માં પ્રથમ, ગોસ્વામી રીતેશ 50 મી. દોડમાં પ્રથમ, ઢઈડા ગૌરવ- ચક્ર ફેંકમાં પ્રથમ, શીર દિપક-400 મી. દોડ તૃતીય, રૂપાપરા રોનક- બ્રોડ જમ્પમાં તૃતીય ક્રમ મેળવી વિજેતા થયા હતા. અને રાજ્ય કક્ષાની રમતમાં સ્થાન પામ્યા હતા. જેમાંથી રાજ્ય કક્ષાએ પરમાર અર્જુને ઊંચીકુદમાં બ્રોન્ઝ મેડલ મેળવી તૃતીય ક્રમાંક હાંસલ કારેલ છે અને લાંબીકુદમાં છઠ્ઠા સ્થાને રહી શાળા અને જામનગરનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરેલ છે. શાળાના શિક્ષક  દેવાયતભાઈ સુવા,  માલાબેન મશરૂ,  જાગૃતિબેન બ્રહ્માણી તથા મુખ્ય શિક્ષક  મેરામણ કારેથા દ્વારા તેમને માર્ગદર્શન પૂરું પાડી રાજ્યકક્ષાએ રમવા લઈ ગયા હતા. શાળા પરિવાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular