જામનગર શહેરમાં તીનબત્તી વિસ્તારમાં આવેલ શિવમ્ કોમ્પલેક્ષમાં પહેલાં માળે ચાની હોટલમાં ગેસનો બાટલો લીક થતાં આગ લાગી હતી.
જશવંતભાઇ બુધ્ધની માલિકીની આ ચા ની દુકાનમાં આગ લાગવાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.