Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય હકુભાના ટ્રસ્ટ દ્વારા નોટબુક-ચોપડા વિતરણનું આયોજન

ધારાસભ્ય હકુભાના ટ્રસ્ટ દ્વારા નોટબુક-ચોપડા વિતરણનું આયોજન

તા. 27 મેથી 6 જૂન સુધી વિવિધ વોર્ડમાં વિતરણ કરાશે

- Advertisement -

પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના ટ્રસ્ટ ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આવતીકાલથી જામનગર શહેરના વિવિધ વોર્ડમાં ફૂલસ્કેપ ચોપડા અને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

છેલ્લા 10 વર્ષથી જામનગર શહેરના ગરીબ અને મઘ્યમ વર્ગના બાળકોની શૈક્ષણિક કારર્કીદીમાં સહભાગી બનવાના ઉમદા હેતુ સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાના ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે, જે તા.27-5-2022 એટલે કે આવતીકાલ થી શરૂ થઇ તા. 6-6-2022 સુધી ચાલશે, દરેક વોર્ડમાં ચોપડા-નોટબુકનું વિતરણ થશે.

માનવ સેવા એજ પ્રભુસેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક કરતી તથા ગરીબ તેમજ મઘ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવીમાં મદદરૂપ બનતી આઉત્કૃષ્ઠ સામાજીક સેવા ધારાસભ્ય હકુભા જાડેજાના ટ્રસ્ટ દ્વારા 10 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને પરંપરા મુજબ આ વર્ષે પણ વિદ્યાર્થીભાઇઑ-બહેનો માટે ફુલસ્કેપ ચોપડા તથા નોટબુક વિતરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

- Advertisement -

દરેક વોર્ડમાં જયારે વિતરણ થશે ત્યારે ધારાસભ્ય હકુભા જાડેજાની સાથે જે તે વોર્ડ ના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહેશે અને આટલું જ નહીં નોટબુક વિતરણની સાથે-સાથે ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત લોકોના પ્રશ્ર્નો પણ સાંભળવામાં આવશે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લે છે, આ વર્ષે પણ જામનગર શહેરના લોકોને લાભ લેવા ધારાસભ્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular