Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરરાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી આગામી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

મંત્રી જામનગર જિલ્લાના 5 ગામોમાં ચેકડેમના ખાતમુહૂર્તમાં હાજરી આપશે

- Advertisement -

તા.26 મે અને તા.27 મે બે દિવસ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે છે. જેમાં તેઓ તા.26ના રોજ 9:45 કલાકે બેડ ખાતે પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન અને ચેકડેમના ખાતમુહૂર્તમાં હાજરી આપશે અને 4 કલાકે વડાપ્રધાનના આટકોટ ખાતેના કાર્યક્રમના આયોજન અંગે અટલ ભવન, જનતા ફાટક પાસે બેઠક યોજાશે. તેમજ તા.27ના રોજ 8:30 કલાકથી 11:30 કલાક સુધી રામપર, અલિયા, ચંદ્રગઢ અને ખોજાબેરાજા ખાતેના ચેકડેમના ખાતમુહૂર્તમાં હાજરી આપશે. મંત્રી જિલ્લાના લોકોની મુલાકાત લઇ લોકોના પ્રશ્ર્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે. તેમજ અન્ય સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં મંત્રી ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular