જામનગર મહાનગરપાલિકામાં જે એજન્સીઓને કામ આપેલ છે. જે આઉટસોર્સિંગ એજન્સીઓ સરકારના નિયમ મુજબ પગાર આપવામાં આવતો હોય છે. તેની જગ્યાએ તે એજન્સીઓ 30 થી 35 ટકા જેવો પગાર ધોરણમાં કાપ મૂકી આઉટસોર્સિંગ કર્મચારીને આપવામાં આવે છે. આઉટસોર્સિંગ કર્મચારીઓનું મહાનગરપાલિકામાં શોષણ થઇ રહ્યું છે.
વિરોધપક્ષના નેતા તરીકે જનરલ બોર્ડમાં આઉટસોર્સિંગ બાબતે રજૂઆત પણ કરી હતી. ત્યારે મેયરના અધ્યક્ષ સ્થાને સ્ટે. કમિટીના ચેરમેન હતાં. તેઓને પણ રજૂઆત કરી હતી. છતાં આ બાબતમાં કોઇ જાતનો મહાનગરપાલિકાના પદાધિકારીઓ કે, અધિકારીઓ નિર્ણય લઇ શકતા નથી. તેનું કારણ એવું લાગે છે કે, આ આઉટસોર્સિંગ એજન્સીઓ સાથે કાં તો મિલિભગન હોય, કા તો આઉટસોર્સિંગ કંપનીઓ મોટા નેતાઓ સાથે સાંઠગાંઠ હોય એવું લાગી રહ્યું છે. તેમ મનપાના વિરોધપક્ષના નેતાએ કમિશનરને રજૂઆત કરી છે.
રાજ્ય સરકારે 4થા વર્ગ અને 3જા વર્ગની ગુજરાત સરકામાં સરકારી ભરતી નાબુદ કરી હતી અને આઉટસોર્સિંગથી ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં આઉટસોર્સિંગથી જે સમયથી કામ આપવામાં આવે છે. તેમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય છતાં ગુજરાત સરકારે કે મહાનગરપાલિકા કે અન્ય શાખાઓમાં કોઇજાતનું ધ્યાન દેવામાં આવતું નથી. આઉટસોર્સિંગમાં આ બધા શિક્ષીત લોકોનું શોષણ થઇ રહ્યું છે. જેનું કારણ માત્ર ગુજરાત સરકાર અને એના નિયમો જ્યારે આઉટસોર્સિંગમાં પણ ધો. 10, 12 પાસ હોય તેને માત્ર પટ્ટાવાળા તરીકે આઉટસોર્સિંગમાં લેવામાં આવે છે.
ધો. 9 પાસને પટ્ટાવાળાની નોકરી પણ આપવામાં આવતી નથી. આનાથી મોટો અન્યાય શું હોય શકે? જામનગર મહાનગરપાલિકામાં પહેલા 1 એજન્સી કામ કરતી હતી હવે તેની જગ્યાએ 6 એજન્સીને કામ આપવામાં આવ્યું છે. એવી કઇ નીતિમાં કે વહીવટમાં ફરક પડયું કે, એક જ વર્કઓર્ડરમાં 6 એજન્સીઓને કામ આપવામાં આવ્યું હતું.
જ્યારે અગાઉ તો ક્યારેય આવું ન થતું. તેનો મતલબ થાય છે કે, આમાં પોતાના મળતિયાને સાચવવા માટે 6 કંપનીને સાચવવામાં આવે છે. ખરેખર આઉટસોર્સિંગમાં જે નિયમો છે તે નિયમો નવા બનાવેલા છે. જે ગેરવ્યાજબી છે. આવા નિયમો તો અગાઉ સરકારી નોકરીમાં પણ નહોતા. એમાં ખાસ જામનગર મહાનગરપાલિક માં સિક્યોરીટીના માણસોનો પણ અલગ-અલગ નિયમ હોય છે અને તળાવની પાળના માણસોનો પણ અલગ અલગ નિયમ હોય છે.
મહાનગરપાલિકાના આઉટસોર્સિંગના મનઘડત નિયમ બનાવતા પહેલા અધિકારીઓને વિચિાર તો હોય છે કે, નહીં? તે પણ એક વિચારવાની વાત છે. જો આવનારા દિવસોમાં આ બધી બાબતોને ધ્યાને લેવામાં નહીં આવે તો અધિકારી-પદાધિકારીની ચેમ્બરની સામે ધરણા કરવામાં આવશે. તેમ જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડે કમિશનર વિજય ખરાડીને રજૂઆત કરી હતી.