Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબ્લેક આઇ એન્ટરટેઇનમેન્ટ દ્વારા લેડીસ ફર્સ્ટ ફિલ્મનું લોન્ચિંગ

બ્લેક આઇ એન્ટરટેઇનમેન્ટ દ્વારા લેડીસ ફર્સ્ટ ફિલ્મનું લોન્ચિંગ

- Advertisement -

જામનગરના જાણીતા નાટયકાર, ડિરેકટર વિવેક ભદ્રા, રાઘવ દિવાન અને જીગર ગૌરીના બ્લેક આઇ એન્ટટેઇન્મેન્ટ દ્વારા ગત રવિવારે લેડીસ ફર્સ્ટ નામની ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું હતું. જેમાં વિવિધ મહાનુભાવોના હસ્તે આ ફિલ્મનું પોસ્ટર પણ લોન્ચ કરાયું હતું. ઉલ્લેખનિય છે કે, આ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 200થી વધુ શોર્ટ ફિલ્મોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

રાઘવ દિવાન લિખિત અને ડાયરેકટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવનાર આ લેડીસ ફર્સ્ટ ફિલ્મનું રવિવારે સેવન સિઝન રિસોર્ટ ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ દરમિયાન આ ફિલ્મનું સંપૂર્ણ શુટિંગ જામનગરના આંગણે કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ બ્લેક આઇની ટીમે જહેમત ઉઠાવી આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મ રાઘવ દિવાન, વિવેક ભદ્રા, જીગર ગૌરી, હિરેન ગોસ્વામી અને મિતેષ રાબડીયા દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. તેમજ ફિલ્મના કો. પ્રોડયૂસર તરીકે પૂજા બંસલ, દેવેશ ગૌતમ, શિવમસિંઘ ચૌહાણ, અનમોલ પટેલ, ડાયરેકટર ઓફ ફોટોગ્રાફી અનમોલ પટેલ, એક્ઝિક્યુટીવ પ્રોડયૂસર દેવેશ ગૌતમ, એસોસિએટ પ્રોડયૂસર શિવમસિંઘ ચૌહાણ, ફર્સ્ટ આસી. ડાયરેકટર સંદિપસિંઘ રાણા, અમનસિંઘ, નિખિલ, સેક્ધડ આસી. ડાયરેકટર સાક્ષી અને ચારિકા, આઠ ડિરેકટર અજય માવાણી, ચારિકા, સાક્ષી તેમજ સપોટર જીગ્નેશ દામા, નિલેશ દામા, અક્ષય દામા, અક્ષય મીઠીયા, સાગર મીઠીયા તથા પ્રવિણ પટેલની ટીમે ફિલ્મ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ ઉપરાંત ફિલ્મમાં રૂપેશ ટીલુ, પ્રગતિ, અંકિતા ભદ્રા, જીગર ગૌરી, મહેશ ગૌરી, મનોજ ખંડે, મનોજ મિશ્રા, આકાશ જયંત, સાગર સોની, વૈદિક આચાર્ય, કિર્તીભાઇ પાટલિયા, માનવ જોશી, જીગર ભેડા સહિતના કલાકારોએ અભિનય કર્યો છે. 200થી વધુ શોર્ટ ફિલ્મો આ ટીમે કર્યા બાદ તેમજ વિવેક ભદ્રાની અપૂર્ણવિરામ ટીમ દ્વારા અનેકવિધ સુંદર નાટકો રજૂ કર્યા બાદ આ અત્યંત સુંદર ફિલ્મનું નિર્માણ કર્યું છે. જેનું મ્યુઝિક યૂ-ટયૂબ, ગાના, ડબલ્યુવાયએનકે મ્યૂઝિક, જીઓ સાવન, સ્પોર્ટી ફાઇવ, હંગામા, ઉઊઊણઊછ, ઝઈંઉઅક, ઈંઝઞગઊજ તેમજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર રજૂ થશે.

- Advertisement -

રવિવારે આયોજિત આ ફિલ્મના સ્ક્રીનીંગમાં શહેરના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ફિલ્મ નિહાળી હતી. તેમજ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું હતું. આ તકે બ્લેક આઇ એન્ટરટેઇન્મેન્ટ અને ઓમકાર ગ્રુપના રાઘવ દિવાન, વિવેક ભદ્રા, જીગર ગૌરી ઉપરાંત ‘ખબર ગુજરાત’ના સૂચિત બારડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વસંત ગોરી, દર્શન ઠક્કર, વેલજીભાઇ ગોરી, ભરત ગોરી, નાનજી ભાનુશાળી, ભાવેશ ભદ્રા, જયંતિ ભદ્રા, સુરેશ ભદ્રા, હરેશ મંગે, નિશીત ધિમંત શાહ, નાગેન્દ્ર પ્રતાપસિંઘ, કેતન ગોરી, દિપ ગોરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કર્યું હતું. તેમજ કેક કાપી ફિલ્મના સ્ક્રીનીંગની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular