જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધ તેના ઘરે કોઇ કારણસર બેશુદ્ધ થઈ જતાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં મોહનભાઇ સામજીભાઈ નકુમ (ઉ.વ.65) નામના વૃધ્ધ ગત તા.23 ના રોજ મધ્યરાત્રિના સમયે તેના ઘરે બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર જયેશ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.