કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા અમીતભાઈ કરસનભાઈ ચંદ્રાવાડીયા તેમજ અન્ય પરિવારજનો દ્વારા ગામના વાડી વિસ્તારમાં ખેતરમાં જવા માટે રસ્તા પર પાળો બાંધવામાં આવેલ હોય, આ પાળો આ જ વિસ્તારના નથુભાઈ હરદાસભાઈ ચંદ્રાવાડીયા, સુમાતભાઈ નથુભાઈ ચંદ્રાવાડીયા અને વજશી નથુભાઈ ચંદ્રાવાડીયા દ્વારા તોડી પાડવામાં આવતા આ બાબતે અમિતભાઈ ચંદ્રાવાડીયા તેમને સમજાવવા જતાં આરોપીઓએ ઉશ્કેરાઈ અને ફરિયાદી અમિતભાઈ તથા તેમના સાથી સાહેદો સાથે ઝઘડો કરી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા પથ્થરના ઘા ફટકારી ઇજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.