જામનગરના વ્યવસાયકાર પાસે થી સુરત થી પેઢી ના સંચાલક દ્વારા પાંચ લાખ ની કિંમત નો માલસામાન ખરીદ કર્યો હતો. જે પેટે પાંચ લાખ નો ચેક આપ્યો હતો જે ચેક પરત ફરતા ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ માં આરોપી ને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ નો અદાલતે આદેશ કર્યો છે.
જામનગરમાં મેક્ષિકો મેટલ નામ થી વ્યવસાય કરતા મુકેશભાઈ હરખલાલ શાહ પાસે થી સુરત ના હીરાબાગ માં વિઝા ઓવરસિઝ નામથી પેઢી ચલાવતા દિનેશ બાબુલાલ દેસાઇ એ ફાઉન્ડ્રી વેસ્ટેજ માલ સામાન ખરીદ કર્યો હતો. તે માટે પાંચ લાખ નો ચેક આપવા માં આવ્યો હતો જે ચેક બેંક માં થી પરત ફરતા અદાલત માં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઇ હતી. આ અંગે નો કેસ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીપડીયા સમક્ષ ચાલી જતા બંને પક્ષ ની દલીલો સાંભળ્યા પછી સુરતના વેપારી દિનેશ દેસાઈ ને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમ એટલેકે રૂ. 10 લાખ ની દંડ અને દંડ ની રકમ ફરિયાદી ને ચૂકવી આપવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અશોક ગાંધી રોકાયા હતા.