પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની આજે 31મી પુણ્યતિથિ નિમિતે દેશભરમાં કોંગ્રેસ દ્વારા જુદાં-જુદાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ,શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસિફખાન પઠાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સારાબેન મકવાણા, સંગઠન મહામંત્રી ભરતભાઇ વાળા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પૂર્વ વિપક્ષી નેતા આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ અને કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતાં.