જામનગરમાં હિન્દુ સેના દ્વારા પછાત વિસ્તારમાં જઇ બાળકોને બટુક ભોજન કરાવી નથુરામ ગોડસેના જન્મદિવસની ઉજવણી કરતાં વધુ એક વિવાદનું સર્જન કર્યું છે. તેમજ દર મહિનાની 19 તારીખે સેવાકીય પ્રવૃત્તિ કરવાની પણ જાહેરાત કરી છે.
જામનગરમાં હિન્દુ સેના એ 19 મેના રોજ પછાત વિસ્તારમાં જઈ બાળકોને બટુક ભોજન કરાવી મહાત્મા નથુરામ ગોડસે નો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો તેમજ દર મહિનાની 19 તારીખે કોઈ ને કોઈ સેવાકીય પ્રવૃત્તિની શુભ શરૂઆત કરી છે. જેમાં બાળકોને શિક્ષણ, રમત-ગમત, બટુક ભોજન, હોસ્પિટલના બાળકોને ફ્રુટ, તેમજ અનોખી રીતે બાળકોના વિકાસ માટે હિન્દુ સેના પ્રયાસ કરશે, આવા કાર્યક્રમ ગુજરાતના જિલ્લાઓમાં થશે. જામનગરથી શરૂઆત થયેલ આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ, હિન્દુ સેના પ્રવક્તા ભાવેશ ઠુમ્મર, શહેર અધ્યક્ષ દિપક પિલ્લાઈ, જિલ્લા ઉપપ્રમુખ ધીરેન નંદા, રાજકોટ પ્રભારી યોગેશ અમરેલિયા, ઉપપ્રમુખ મયુર ચંદન, અભય બદીયાણી સહિતના સૈનિકો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા.