Sunday, December 7, 2025
Homeસમાચારરાષ્ટ્રીયએપ્રિલનું જીએસટી રિટર્ન ભરવાની મુદ્તમાં વધારો

એપ્રિલનું જીએસટી રિટર્ન ભરવાની મુદ્તમાં વધારો

ટેકનીકલ ક્ષતિના કારણે મુદ્ત 24 મે સુધી લંબાવવાનો નિર્ણય

જીએસટી પોર્ટલમાં સતત સર્જાઈ રહેલી ટેકનીકલ ક્ષતિના કારણે સરકારે એપ્રિલ માસના જીએસટી પેમેન્ટની સમયમર્યાદા વધારીને તા.24 મે સુધી લંબાવી છે અને આ પોર્ટલનું સંચાલન કરતી દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસને આ ખામીઓ દુરસ્ત કરવા તાકીદ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ દ્વારા એક યાદીમાં જણાવાયું છે. એપ્રિલ માસના જીએસટીઆર-3બી ભરવાની આખરી તારીખ 24 મે 2022 સુધી લંબાવાઈ છે. એપ્રિલના જીએસટી રીટર્ન 3-બી જેના આધારે જીએસટી સંબંધીત વેરા ભરપાઈ કરવાના હોય છે તે ટેકનીકલ ક્ષતિના કારણે ભરપાઈ થઈ શકયા નથી તેથી એપ્રિલનું આ રીટર્ન ભરપાઈ કરવાની તારીખ લંબાવી તા.24 મે કરવામાં આવી છે. જીએસટીઆર 3-બી દર મહિનાની તા.20-22-24 ના રોજ અલગ અલગ પ્રકારના કરદાતા માટે અલગ અલગ તારીખ હોય છે પણ હાલ ટેકનીકલ ક્ષતિના કારણે એપ્રિલ 2022નું તે ભરી શકાયું નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular