જામનગર શહેરમાં જનતા ફાટક નજીક હોટલ પાસે આઈપીએલ 20-20 ક્રિકેટ મેચના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા એક શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.31,500 ની રોકડ રકમ અને રૂા.30,000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.61,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં જનતા ફાટક નજીક આવેલી ગુરૂકૃપા હોટલ પાસે જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાતા ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેર અને હારજીતના સોદાઓ કરી જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન હરપાલસિંહ છોટુભા વાળા નામના ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા શખ્સને રૂા.31,500 ની રોકડ અને રૂા.30,000ની કિંમતનો ફોન મળી કુલ રૂા.61,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જામનગરમાં શાંતિ હાર્મનીમાં રહેતાં બીરજુ પટેલ નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.