દુબઈમાં વર્ષ 2023માં વર્લ્ડ કોંગ્રેસ યોજાવા જઇ રહી છે. જેમાં વિશ્વના તમામ દેશ માંથી અંદાજે 5000 જેટલા કાન, નાક અને ગળાના ડોકટરો એટલે કે ENT સર્જનો ભાગ લેશે. જેમાં જામનગરના જાણીતા ENT સર્જન ડો.વિરલ છાયા પોતાનું પેપર રજુ કરશે. સાથે જ તેઓ ભારતનું પ્રતિનિધિત્વ પણ કરશે.
ડો. વિરલ છાયા જે પેપર રજુ કરવાના છે તે ENT સર્જરી વિષે છે. તેઓ ઓગસ્ટ 2021થી જામનગરમાં કાન, નાક અને ગળાની એવા પ્રકારની સર્જરી કરે છે કે જે કરતી વખતે લોહીનું એક પણ ટીપું પડતું નથી. અને આ વિષય ઉપર ઊંડાણ પૂર્વક તેઓ પેપર રજુ કરવાના છે તે અપૃવ પણ થઇ ચુક્યું છે. જે જામનગર અને ભારત માટે ગૌરવની વાત કહી શકાય. આ ઉપરાત અગાઉ તેઓએ પેરીસમાં પણ અન્ય એક વિષય ઉપર પેપર રજુ કર્યું હતું. અને હવે દુબઈમાં રજુ કરશે. પોતાની આ સિદ્ધિ બદલ તેઓએ પરિવાર, અને દર્દીઓનો પણ અભાર વ્યક્ત કર્યો હતો.