મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતી સીમાબેન મેરૂભા માણેક નામની 19 વર્ષની પરિણીત યુવતીએ ગત તા.17 ના રોજ પોતાના ઘરે લાકડાના પેઢિયામાં રસ્સા વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું.
મૃતક સીમાબેન ગુમસુમ રહેતી હોય, અને કોઈ સાથે કંઈ બોલતી હોય, અકળ કારણોસર તેણીએ આ પગલું ભરી લીધું હોવાની જાણ મૃતકના પતિ મેરૂભા માણેકભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે. સંયુક્ત કુટુંબમાં રહેતી મૃતક યુવતીનો લગ્ન ગાળો આશરે પાંચ માસનો હતો. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.