લાલપુર તાલુકાના કાનાલુસ રેલવે સ્ટેશનથી મોડપર તરફના રેલવે ટ્રેક પર મંગળવારે રાત્રિના સમયે પસાર થતી ઓખા-સોમનાથ ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ રેલવે સ્ટેશનથી મોડપર તરફના રેલવે ટે્રક પરથી મંગળવારે રાત્રિના સમયે પસાર થતી ઓખા-સોમનાથ ટ્રેન હેઠળ આવી જતાં આશરે 45 વર્ષના યુવાનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની નિરંજનકુમાર દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.ઓ. કુરેશી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.