જામનગરમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા આજરોજ આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી નિમણુંકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. બેંક ઓફ બરોડા કો ઓર્ડીનેશન કમિટીના આદેશ અનુસાર આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવતી કમર્ર્ચારીની નિમણૂંકનો વિરોધ ઉઠયો છે. બેંક ઓફ બરોડા રીજીયન ઓફિસ જામનગર ખાતે કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી આઉટસોર્સિંગ દ્વારા થતી નિમણૂંકનો વિરોધ દર્શાવ્યો હતો. દિપાલીબેન ગજેરા, નરેન્દ્રભાઈ રાયઠઠ્ઠા, મનોજભાઈ બદિયાણી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.