Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરએરપોર્ટ નજીકથી ત્રણ શખ્સો દારૂની નવ બોટલ સાથે ઝડપાયા

એરપોર્ટ નજીકથી ત્રણ શખ્સો દારૂની નવ બોટલ સાથે ઝડપાયા

એલસીબી દ્વારા કુલ રૂા.2,47,000 નો મુદ્દામાલ કબ્જે: જામનગર શહેર-જિલ્લામાં ચાર દરોડામાં ચાર શખ્સો ઝડપાયા: 6 નંગ દારૂની બોટલ અને આઠ નંગ ચપટા કબ્જે

મુંબઇથી ફલાઈટ મારફતે જામનગર આવેલા ત્રણ શખ્સોને ઈંગ્લીશ દારૂની નવ નંગ બોટલ તથા પાંચ મોબાઇલ ફોન મળી રૂા.2,47,000 ના મુદ્દામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી લીધા હતાં અને પ્રોહિબીશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં સાંઢીયા પુલ પાસે ઉદ્યોગનગર નજીકથી પંચ બી ડીવીઝને 500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જામનગરમાં દાવલશા પીરની દરગાહ પાસે રહેણાંક ફલેટમાં રૂા.800 ની કિંમતના 8 નંગ દારૂના ચપટા સાથે એક શખ્સ ઝડપાયો હતો. જામજોધપુરના ધ્રાફા ફાટક પાસેથી 500 ની કિંમતની દારૂની એક બોટલ સાથે શખ્સ ઝડપાયો હતો. કાલાવડના જાગતા પીરની દરગાહ પાસેથી 2000 ની કિંમતની ચાર નંગ દારૂની બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, એલસીબીના હેકો દોલતસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ સુરેશભાઈ માલકિયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.બી.ગોજિયા, તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા મુંબઇથી જામનગર એરપોર્ટ ખાતે ઉતરેલ રાહુલ મનોહરભાઈ રોહેરા, વિજય મોહનભાઈ કટારમ તથા નુરમામદ સાજીદભાઈ રાજકોટીયા નામના ત્રણ શખ્સોને રૂા.17000 ની કિંમની નવ નંગ વિદેશી દારૂની બોટલો રૂા.2,30,000 ની કિંમતના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂા.2,47,000 નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગરમાં ઉદ્યોગનગરમાં વિશ્ર્વનાથ ઈન્ડસ્ટ્રીઝ પાસે ભરત વીરજીભાઈ પેઢડિયા નામના શખ્સ પાસેથી રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથ પંચકોશી બી ડીવીઝનના એએસઆઈ એમ.એલ. જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્રીજો દરોડો, જામનગર શહેરમાં દાવલશા પીરની દરગાહ સામે યશ માર્કેટ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ધર્મેન્દ્રભાઇ છગનલાલ ચૌહાણના રહેણાંક મકાનમાં પોલીસે રેઈડ દરમિયાન રૂા.800 ની કિંમતના વિદેશી દારૂના આઠ નંગ ચપટા સાથે ઝડપી લીધો હતો. સિટી એ ના હેકો ડી.આર. કાંબરીયા દ્વારા કાર્યવાહી કરાઇ હતી. ચોથો દરોડો, જામજોધપુરના ધ્રાફા ફાટક કષ્ટભંજન મંદિર પાસે પોલીસે રેઈડ દરમિયાન જીગર ગીરધરભાઈ રાઠોડ નામના શખ્સને 500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે હેકો પી.પી. જાડેજાએ ઝડપી લઇ પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પાંચમો દરોડો, કાલાવડના જાગતા પીરની દરગાહ પાસે ખરેડીમાં પોલીસે રેઈડ દરમિયાન જેન્તીભાઈ દલસીંગ પચાયા નામના શખ્સ પાસેથી રૂા. 2000 ની કિંમતની ચાર નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ હેકો એચ.કે. મકવાણા દ્વારા ગુનો નોંધી કાર્યવાહી કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular