Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆરંભડાના શખ્સ દ્વારા બનાવી આપવામાં આવતા હતા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ

આરંભડાના શખ્સ દ્વારા બનાવી આપવામાં આવતા હતા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ

ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રાયવિંગ લાયસન્સ બનાવી આપવાના બહાર આવેલા કૌભાંડમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસે એક આરોપીને ઝડપી લઇ, અન્ય ત્રણ શખ્સો સામે પણ ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર પંથકના આરંભડા ખાતે રહેતો અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા એજાજ હાસમ ઈશાક સંઘાર નામના 40 વર્ષિય શખ્સને પોલીસે અટકાવી, ચેકીંગ કરતાં તેની પાસેથી ત્રણ ડ્રાયવિંગ લાયસન્સ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ શખ્સની આગવી ઢબે કરવામાં આવેલી પૂછપરછમાં આ શખ્સ દ્વારા ભીમરાણા ગામના રહીશ ખીમા મેપા વારસાખીયા નામના શખ્સ પાસેથી વોટ્સએપ મારફતે ફોટા અને આધાર કાર્ડની નકલ મોકલી, ગુગલ પે મારફતે રૂપિયા 3,000 મોકલી અને કોઈપણ જાતની જરૂરી કાર્યવાહી વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યું હતું.

આ ઉપરાંત એજાજ સંઘાર પાસેથી સલાયાના રહીશ આલી આદમ ભગાડ અને દાઉદ ઈશાક સંઘાર નામના અન્ય બે શખ્સોના લાયસન્સ પણ મળી આવ્યા હતા. આથી પોલીસે એજાજ હાસમ સંઘારની અટકાયત કરી, ખીમા મેપા, આલી આદમ અને દાઉદ ઈશાક મળી કુલ ચાર શખ્સો ખોટા ડ્રાયવિંગ લાયસન્સ બનાવવા માટે અધિકારી કરે તેવી ખોટી ડિજિટલ સહીઓ કરી અને બનાવટી ડ્રાયવિંગ લાયસન્સ બનાવવા બદલ આઈ.પી.સી. કલમ 465, 466, 467, 468, 471, 474 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવીને સોંપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular