કાલાવડમાં જુના માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. આજરોજ ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ આ ચણા ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય પ્રવિણ મુસડીયા દ્વારા આજરોજ કાલાવડમાં જુના માર્કેટ યાર્ડ ખાતે ચાલતી ટેકાના ભાવે ચણાની ખરીદીના કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ખેડુતો સાથે સંવાદ કર્યો હતો. ખેડૂતોને કોઇપણ મુશ્કેલી પડે તો ધારાસભ્યનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમજ ખરીદ કેન્દ્રના સંચાલકોને પણ ખરીદી વખતે પૂરતી ચોકસાઇ દાખવી ખેડૂતોને કોઇ મુશ્કેલી ન પડે કે ફરીયાદ ન આવે તેની તકેદારી રાખવા સુચના આપી હતી.